મંઝિલ
મંઝિલ


પૂનમના ચાંદની રાતે, ભેટસોગાત લઈને આવ્યો,
ગમ્યુ એ બધુ આપણા બંનેનું સમજીને લાવ્યો.
આજ લઈ સવારી, હું પહોંચ્યો તારી મંઝિલ,
નથી રસ્તો કપાતો, નથી કપાતી મંઝિલ
ના બદલી શકીશ તને હું કયારેય,
રહે તું તારી મસ્તી અને ચુસ્તીમાં.
જો યાદ તારી આવે મને મંઝિલમાં,
તો પળભર વિસામો કરી લઈશ મંઝિલમાં
નહીં યાદ કરાવુ તને મારી એ અમીટ યાદો,
બસ મને તો એ યાદો સપનામાં પણ સતાવે.
અમે તો મઢાવી અંતરમાં એ યાદો,
જાણે અજાણે સજાવી એ યાદો.
આજ એ શણગારી મીઠી યાદોની સમાધિ,
બસ એકલતાની એ અમારી આખરી નિશાની.