STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational

મંઝીલ દુર નથી

મંઝીલ દુર નથી

1 min
230

હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી

કર સખત મહેનત, તો મંઝીલ દુર નથી

તારા માર્ગમાં આવશે વિધ્નો ઘણાં પણ

તેને અવગણી તું,આગળ વધ મહેનતથી

રાક્ષસો રોડા નાખશે, સત્યની સાથે ચાલ

હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી


જીવનમાં ચડતી અને પડતી ભલે આવે

જેમ નાનું બાળક, પડતાં પડતાં પણ ચાલે

હોય મુશીબતો ભલે,જીવનમાં હજાર

પણ તેને મનમાં ન લે તું લગાર

હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી


ભાગ્ય અને નસીબના ખેલ છે આ

પણ મહેનત થકી, મળશે મંજીલની વાટ

હશે હામ અને મારો રામ જો સાથમાં

તો જીતાશે ઊંચાઈનો ગઢ પળવારમાં

હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational