STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

મનગમતી પ્રેમ દિપાવલી

મનગમતી પ્રેમ દિપાવલી

1 min
326


વીતેલા સહુ ગમ ભૂલી ગયાં,

રૂડી આ ઉત્સવની મૌસમ આવી.


પ્રેમ કેરાં આછેરા તાર ગુંજ્યા,

જયારે મિલનકેરી ઋતુ આવી.


દિપાવલી શબ્દોથી યાદ આવ્યાં,

વિસરાયેલા એ સંબંધોની યાદ આવી.


દોસ્તોની દોસ્તીને મળશે સૌ પોતીકાં,

ત્યારે તો આ રંગોળી રોનક લાવી.


બાળકોને મન તો બસ છુટી ના પડઘા,

સાથે મળી સૌ ફટાકડાની મોજ માણી.


મોટેરા સૌ મનભેદ ભૂલ્યા,

ઘર સજાવટ સાથે મનકેરી મીઠાશ આણી.


રંગબેરંગી એ દીપ પગટાવ્યા,

મનભાવન પ્રેમદિપાવલી આંગણ આવી.


Rate this content
Log in