મને વ્હાલી મારી મા
મને વ્હાલી મારી મા
પ્રેમ સદાયે વરસાવે છે,
હેતથી ખૂબ હસાવે છે,
પેટ ભરીને ધવડાવે છે,
શીરો બનાવી ખવડાવે છે,
સવાર સાંજ નવડાવે છે,
નવાં કપડાં પહેરાવે છે,
સૂકામાં સૂવડાવે છે,
પારણિયે ઝૂલાવે છે,
મને મારી મા વ્હાલી લાગે છે,
ગીત નવાં ગવડાવે છે,
એકડો બગડો ભણાવે છે,
જિદ કરું તો સમજાવે છે,
મસ્તી કરું તો મલકાવે છે,
રડતો બંધ કરાવે છે,
આંગળી પકડી ચલાવે છે,
પાપા પગલી ભરાવે છે,
ખૂબ મજા કરાવે છે,
મને મારી મા વ્હાલી લાગે છે.
