STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મને તો એમ થાય કે

મને તો એમ થાય કે

1 min
263

મને તો એમ થાય છે,

આ વાદળી બનીને વરસી જાઉં,

આ તપતી ધરાને તૃપ્ત કરતી જાઉં,

આ આકાશી બુંદ બની,

ચાંદ તારાની મુલાકાત કરતી જાઉં,


મને તો એમ થાય હું વાદળી બની જાઉં,

મને તો એમ થાય,

આ વર્ષા બિંદુ બની,

છીપના મોમાં જઈ પડું,

મોતી બની જાઉં,

મને તો એમ થાય કે,

આ બિંદુ બની કમળની પાંખડી પર બેસું,

થોડી વાર ચમકી જાઉં,

મને તો એમ થાય કે,


મને તો એમ થાય કે,

વર્ષા બિંદુ બની,

સૂરજના કિરણ સાથે મળી જાઉં,

મેઘ ધનુષ્ય બની આકાશે ચમકી જાઉં,


મને તો એમ થાય કે,

વર્ષા બિંદુ બની,

દરિયામાં ભળી જાઉં,

જ્યાંથી આવ્યા ત્યાંજ પાછું જવાનું છે,

એમ માનવીને સમજાવી જાઉં,

મને તો એમ થાય કે વાદળી બની વરસી જાઉં,

આ ધરતીને હરિયાળી બનાવી જાઉં,

ક્ષણ ભંગુર છે આ જીવન

પણ ક્ષણ બે ક્ષણ જીવી લોકોનાં જીવનમાં પ્રકાશ પાથરી જાઉં,

બસ વીજળી બની માનવીને સમજાવી જાઉં,

મને તો એમ થાય કે,

વાદળી બની વરસી જાઉં,


હું તો ઝૂંપડીમાં યે વરસુ,

મહેલમાં યે વરસુ,

શહેરમાં યે વરસુ,

ને ગામડામાં યે વરસુ,

હું તો રણમાં યે વરસુ

ને બાગમાં યે વરસુ,

હું નાના મોટા કશું નાં જાણું,

સૌને સરખા માનું,

ઊંચ નીચ શ્રીમંત ગરીબ કોઈ ભેદ ના રાખું,


આકાશને આંબુ ને

તોય ધરતીને પણ જાણું

આમ મારી જાતને માણું,


મારા થકી ખાઈ શકે સૌ ખાણું,

હું સાચવું સૌનું ટાણું,

બસ મને તો એમ થાય કે,

વાદળી બની વરસી જાઉં,

આ ધરતીને હરિયાળી બનાવી જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational