મને પસંદ છે
મને પસંદ છે
તારી યાદોમાં મૌન રહેવાનું મને પસંદ છે!
છતાં, તારી વાતો સર્વને કહેવાનું મને પસંદ છે.
જીવનની આ ભાગદોડ વચ્ચે પણ હે પ્રિયે!
તને ઘડી-બે-ઘડી મળવાનું મને પસંદ છે.
ખાસ કોઈ કારણ નથી આમ તો આ આંસુનું,
પણ, તને યાદ કરી રડવાનું મને પસંદ છે.
આમ તો નીંદ ક્યાં છે આંખોમાં મારી?
છતાં, તારા સ્વપ્ન જોવાનું મને પસંદ છે.
દિલ અને દુનિયાની વચ્ચે હું મુંજાઉ છું,
છતાં, તારો રસ્તો જોવાનું મને પસંદ છે.
દુઃખ અને દર્દ ક્યારેય ગમ્યા નથી કોઈને,
છતાં, પ્રેમનું દર્દ સહેવાનુ મને પસંદ છે.
તું કરે ના ભલે મને પ્રેમ ની કદી વાતો,
પણ, તારી નફરતમાં રહેવાનું ય મને પસંદ છે.

