મને પોતા માટે જ ટાઈમ નથી ?
મને પોતા માટે જ ટાઈમ નથી ?


દિવસ –રાત ભાગીને આ રેસમાં,
મને પોતા માટે જ ટાઈમ નથી ?
સૂરજ ઊગે ને દિવસ ઊગે આ રેસમાં, નવો લક્ષ્ય મળે ત્યારે,
આ લક્ષ્યને પુરો કરવાનો ટાઈમ છે !
પણ, મને પોતા માટે જ ટાઈમ નથી ?
માણસને માણસથી જ ભય છે, હાલ એવી સઘળી પરિસ્થિતી છે.
પણ, હાલ પોતાને જ સુલજાવવાનો ટાઈમ નથી !
સૂરજ ઊગ્યાથી જ સઘળી જવાબદારી નિભાવવી,
ચાંદામામાને જોતા સઘળા ભવિષ્યનાં લક્ષ્યને પૂરા કરવા મહેનત કરવાનો ટાઈમ છે,
પણ મને પોતા માટે જ ટાઈમ નથી ?
સતત પુરુષાર્થ કરતો આ માનવ દેહ, પણ ક
્યારેક તો થાક ખાવા ઈચ્છતો,
પણ, થાક ખાવાનો મને પોતા માટે ટાઈમ નથી !
ઈશ્વરના સઘળા આશીર્વાદ મારી પાસે છે, આ સઘળી જવાબદારી નિભાવવા,
પણ, આ ઈશ્વરને મળવાનો ટાઈમ નથી !
મારી સઘળી શક્તિ બની ને ધબક્તુ હૃદય ,મારા પુત્ર માટે પણ પૂરતો ટાઈમ નથી !
ખરેખર, ખબર નથી મિત્રો કે આ જિંદગીની કેવી રેસ છે ?
કે મને પોતા માટે જ ટાઈમ નથી ?
અરજ મારી ઈશ્વરને એટલી,શક્તિ પૂરજે વિધાતા એટલી,
કે આ રેસમાં થાક્યા વગર અડીખમ રહી દોડી શકું,
કે જેમાં અંતે થોડો સમય તો હું પોતા માટે કાઢી શકું !