મને ન કહેશો
મને ન કહેશો


જો ચાહત પર ઉઠે આંગળી, મને ન કહેશો,
દિલ કરે અજીબ માંગણી, મને ન કહેશો.
બચાવી લો જાતને તમે જો શક્ય હોય તો,
આંખમાં છલકે લાગણી, મને ન કહેશો.
ખામીશીના આવરણ નીચે સંતાઈ ન રહો,
શ્વાસ આપશે વધામણી, મને ન કહેશો.
ચાહતના દર્દને ગળે તો લગાવી જુઓ,
થોડી થશે સતામણી, મને ન કહેશો.
મોતને ક્યાં લગી મ્હાત આપી શકાશે ?
જિંદગી કરશે છેતરામણી, મને ન કહેશો.
આ અસ્તિત્વમાં તું એક અનન્ય છે,
લોકો કરશે સરખામણી, મને ન કહેશો.