Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Inspirational Others

4  

Isha Kantharia

Romance Inspirational Others

મને કહેજે

મને કહેજે

1 min
214


હૈયામાં તારા દર્દોના તીર વાગે તો મને કહેજે !

આંખોમાં તારા ખારા નીર આવે તો મને કહેજે !


મને ખબર છે ! ભીતરમાં તોફાન વહેતું રહે છે,

બસ ત્યારે જો લાગે તને ડર તો મને કહેજે !


પરી, અપ્સરાઓ જેવો ગોરો વાન છે તારો,

જો કોઈ હરે સપનામાં ચીર તો મને કહેજે !


કલ્પનાઓનાં તારા મહાકાય બજારમાં પ્રિયે,

સ્વરૂપવાન, શકિતમાન વીર મળે તો મને કહેજે !


હૈયાને બાળવા ખેલે છે તું પ્રણયના જૂઠ્ઠા ખેલ,

આ ખેલમાં નયનો જો લળી જાય તો મને કહેજે !


મને ખબર છે ! સૌ વેરીઓ છે આપણા પ્રેમનાં,

વેરીને પ્રેમ શીખવનાર પીર મળે તો મને કહેજે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance