મને ગમે છે
મને ગમે છે
આ વસંતમાં બાગના નઝારા મને ગમે છે,
ઠોકર લાગે ત્યારે પકડી લે હાથ, એવા સહારા મને ગમે છે,
મઝધારે ડૂબવાનું પણ મને પસંદ છે,
બસ મારા પોતાના હોય સાથ, એવા કિનારા મને ગમે છે,
આશા, નિરાશા કે હોય હૈયામાં હતાશા, હંમેશા સાથ આપે મને,
બસ એવા કોઈ પ્રેમાળ હૈયામાં ઉતારા મને ગમે છે,
હોય સાથે જો કોઈ પોતાના જીવનભર,
તો દર્દના પનારા પણ મને ગમે છે,
લાગે દરેક મંઝર મને સોહામણું,
હોય પ્યારું જો કોઈ સાથે, તો આશાના ઊંચા મિનારા ચણવાનું પણ મને ગમે છે,
વાંચી શકે મારી મુસ્કાનમાં પણ મારી પીડાઓ,
બસ એવા કોઈના, મારા હૈયા પર એમના ઇજારાઓ ગમે છે,
વર્ષાની જેમ આવે ને જાય એવો પ્રેમ નહીં,
પણ ઝરણાંની જેમ સતત એકધારો પ્રેમ મને ગમે છે.
