મન
મન


મનને ન કાનો ન મનને છે માત્રા,
તો'ય સાલુ ગજબ છે;
એ કેટલી કરાવે છે યાત્રા!
ક્યારેક બેસાડે એ ફૂલની પાંખડીએ,
તો, ક્યારેક વગાડી દે કાંટા!
ક્યારેક કૂવાનાં દેડકા જેવું
તો ક્યારેક વિદેશની યાત્રા!
મનની તો વાત જ શી કરવી?
રહે હમેશાં રમતું-ભમતું..
ન જો રહે એ કાબુમાં
તો નથી કાંઇ સૂઝતું,
મનને મનાવવા માંહ્યલો મથે
પણ; એ તો એનું ધાર્યું જ કરે!
વિચારોના ચકડોળે એ ફેરવે-ય ખરું
પણ જો હોય કાબુમાં;
ચોક્કસપણે નાવ તારે-ય ખરું!