STORYMIRROR

'Sagar' Ramolia

Romance

3  

'Sagar' Ramolia

Romance

મન મૂકીને વરસ

મન મૂકીને વરસ

1 min
475

સૌનાં મનને કરી દે સરસ, 

મેહુલિયા મન મૂકીને વરસ,

 

તું જો વરસે, તો હું પણ વરસું,

આનંદ સ્વરૂપે સૌનાં હૈયે વિહરશું; 

કંઈક અલૌકિક પીરસી દે રસ,

મેહુલિયા મન મૂકીને વરસ,

 

આપણે તો ભાઈ ખૂબ અલગારી,

સૌ માટે લાવીએ વાતો સારી;

સારું કરવામાં થતો ન ટસમસ,

મેહુલિયા મન મૂકીને વરસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance