STORYMIRROR

Jayshree Soni

Drama Tragedy

4  

Jayshree Soni

Drama Tragedy

મમતાની મૂરત

મમતાની મૂરત

1 min
479

હિમાલયની ગોદ જેવું છે જીવન,

આમ, ખળખળ વહેતી સરિતા જેવું છે જીવન,


જ્ઞાનની લ્હાણી કરશે સૌને,

આમ, સંસારી સાધ્વી જેવું છે જીવન,


કડવું હેઠ, મીઠું ઉપર

આમ, વેદનાઓને ધરબાવી દેવા જેવું છે જીવન,


ભીનામાં સૂઇને, સૂકામાં સુવાડે,

આમ, બાળુડાને ઉછેરવા જેવું છે જીવન,


મા શબ્દ છે અણમોલ,

આમ, મમતાની મૂરત જેવું છે જીવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama