STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

મમતાના મોલ

મમતાના મોલ

1 min
248

અષાઢી મેઘ ગજાવે અંબર, માડીની મમતાના મેઘ અનરાધાર,

જનનીના ચરણોમાં જગના કલ્યાણ, તારી આશિષે રમતો સંસાર,


નાજુક હૈયું જાણે પુષ્પની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ,

સાંભળી મા કંઠે હાલરડાંના બોલ, ઊભરતા ઉરે ઉમંગ નિબંધ,


સાગર સરીખાં માનાં હેતડાં, ઝૂમતી જીંદગી ઝીલી નવરંગ,

સંતાનો કાજે ઝીલી દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ,


ઉપવનમાં ખીલે રંગી વસંત જેમ, મુખે રેલાવતી ભાવનાના રંગ,

રમે ચાંદની છોડી, ગગન એવા, ભાળ્યા છે માના શીતલ રૂપરંગ,


માની હથેળીની અમૃત થાપલી, પૂરે સંસારે સંસ્કારના ઓજસ,

માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાસ


કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળ્યાં છે સુખ

માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ


સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ,

મા જશોદાને ખોળે ભૂલ્યોતો શામળો, વૈકુંઠના વૈભવના તોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama