STORYMIRROR

dhara joshi

Inspirational Children

3  

dhara joshi

Inspirational Children

મમ્મી તું એટલે

મમ્મી તું એટલે

1 min
246

મારા તરફથી મારી મમ્મી ને 

એક નાનકડો મેસેજ કે,


મમ્મી તું એટલે

ઉઠતાની સાથે તારા ચહેરો જોવાથી

આજે તો દિવસ સારો જ જશે એનો કોન્ફિડન્સ,


મમ્મી તારા હાથ ની "ચા" એટલે

દિવસની શરૂઆત કરવા માટેનો બેસ્ટ સોર્સ,


મમ્મી તું એટલે

મારી નાની માં નાની સિદ્ધિમાં પણ સૌથી ખુશ થનાર,


મમ્મી તું એટલે

મારી દરેક જિદ પુરી કરવા હંમેશા તત્પર રહેનાર,


મમ્મી તું એટલે

મારા કહ્યા વગર મને સમજનાર,


મમ્મી તું એટલે

મારી હર સમસ્યાનું સમાધાન,


મમ્મી તું એટલે

મારા માટે એનર્જી બૂસ્ટર,


મમ્મી તું એટલે

મારા જીવનની સૌથી પહેલી બહેનપણી

જેને હું દરેક વાત કહી મન હળવું કરી શકું,


મમ્મી તું એટલે

મારા જીવન જીવવાનું કારણ,


મમ્મી તું એટલે

જીવનની મુશ્કેલ ને મારાથી દૂર રાખનાર,


મમ્મી તું એટલે

આવનાર તકલીફો સામે લડવા તૈયાર કરનાર,

જેમ કમાન્ડો યુદ્ધમાં જતાં પહેલાં

સૈનિક ને તૈયાર કરે એમ


મમ્મી તું એટલે

મારી ખુશીઓનો ખજાનો,


મમ્મી તું એટલે

મારા દર્દની પેરાસીટમોલ

ગમે તેવું દર્દ હોય બસ તું સાથે હોવ એટલે 

બધું જ દર્દ જાણે ઘડીકવારમાં ગાયબ,


મમ્મી તારા ખોળામાં સૂવાની મજા એટલે

દુનિયાની બધી ખુશીઓ મારી પાસે છે એવો અહેસાસ,


મમ્મી મારા કારણે તારા ચહેરા પરની ખુશી એટલે

જીવનમાં કાંઈ ખાસ ના મેળવ્યા છતાં 

ઘણું મેળવી લીધાની અનુભૂતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational