મળવા જોઈએ
મળવા જોઈએ
આપણા બંનેની નાવ મળે ના મળે ભલે,
કિનારો મળવો જોઈએ,
આપણા બંનેનાં રસ્તા મળે ના મળે ભલે,
મંજિલ મળવી જોઈએ,
આપણા બંનેનાં આચારો મળે ના મળે ભલે,
વિચારો મળવા જોઈએ,
આપણા બંનેની નજર મળે ના મળે ભલે,
દિલ મળવા જોઈએ,
તરસ્યાં બેઠા અમે કૂવા કાંઠે,
પાણી મળે ના મળે ભલે,
તારી આંખના અમી મળવા જોઈએ.

