મલ્લિકા
મલ્લિકા
નજર છે તમારી અતિ કાતિલ,
હવે ઘાયલ મુજને ન બનાવ્યા કરો,
કદીક તો પ્રેમભર્યા ઈશારા કરીને,
તમે નયનોમાં મુજને વસાવ્યા કરો.
પથ્થર જેવું છે તમારૂં આ દિલ,
તમારૂ દિલ પ્રેમથી પીગળાવ્યા કરો,
કદીક તો શ્ચાસોની સરગમ સાથે,
તમે ધડકનનો તાલ મેળવ્યા કરો.
લટકાળી લચકાળી તમારી છે ચાલ,
તમે પગેથી કાંકરા ન ઉઠાવ્યા કરો,
કદીક તો પગમાં પાયલ બાંધીને,
તમે મધુર પાયલ નાદ રેલાવ્યા કરો.
તમને જોઈને હું બન્યો છું બેહાલ,
હવે મુજને પ્રેમમાં ન તડપાવ્યા કરો,
કદીક તો પ્રેમનું આલિંગન આપીને,
તમે "મુરલી" ની મલ્લિકા બન્યા કરો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

