મળી રહે છે
મળી રહે છે
સપનાં જોવાને આંખ મળી રહે છે,
ઊડવું હોય તો પાંખ મળી રહે છે,
તારાં જ શહેરમાં બદનામ થયાં અમે,
બાકી દુનિયામાં તો શાખ મળી રહે છે,
માટીનો દેહ છે, કેટલું એ તપી શકે,
એક દિવસ એની રાખ મળી રહે છે,
કમી રહી જાય છે જીવતે જીવ એની,
ને મર્યા બાદ તો કાખ મળી રહે છે,
હૃદયને ગમતું જ મળતું નથી અહીંયા,
ને અણગમતાં તો લાખ મળી રહે છે.