Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Fantasy Others

4.5  

Neeta Chavda

Fantasy Others

મઝા આ કલ્પનાની છે

મઝા આ કલ્પનાની છે

1 min
233


મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા;

તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતાં !


અમસ્તા આપમેળે કહી દીધા છે દર્દ જીવનનાં,

કોઈ સામે જરા પૂછે તો, સંભળાવી નથી શકતાં !


અમારી સૌ સ્વતંત્રતાની કુરબાની અમે આપી,

છતાં શું છે કે સુખ-દુખમાં તને લાવી નથી શકતાં !


જરા સમજો, અમારી શું દશા થઈ છે મોહબ્બતમાં;

તમારી વાતમાં પણ દિલને બહેલાવી નથી શકતાં !


કહે છે સૌ મિલન માટે જરૂરી છે ચતુરાઈ,

અમે સાદા, કોઈ પણ વાત ઉપજાવી નથી શકતાં !


'કુલદીપ 'આપે ઘણાં ફૂલો ખીલવ્યાં, તાજગી આપી,

કળી દિલની તમારી કેમ વિકસાવી નથી શકતાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy