મિત્રતાનો ભાવ શું છે?
મિત્રતાનો ભાવ શું છે?
જેમને તમે પહેલી વાર મળ્યા હોય અને એ તમારા હૃદયમાં વસી ગયા ને ,
એ "અહેસાસ" નો ભાવ છે મિત્રતા..
જેમને જોઈને માત્ર તમને આનંદ જ થાય ને,
એ "આનંદ" નો ભાવ છે મિત્રતા..
જેમને તમારા હસ્તા મુખની પાછળના રડતા મન ને જોયું છે ને,
એ "લાગણી" નો ભાવ છે મિત્રતા..
જેમને આપણે રક્તથી નહીં પણ દિલથી બાંધ્યા છે ને,
એ "બંધન" નો ભાવ છે મિત્રતા..
જેમને તમને એટલો હક આપ્યો છે કે એમની સામે તમે હૃદય ખોલીને વાત કરો છો ને,
એ "
trong>વિશ્ર્વાસ" નો ભાવ છે મિત્રતા.. જેમને તમે તમારા ગુસ્સામાં માર્યો,અને તમારા આનંદના ક્ષણે હરખના આંસુ સાથે હસાવ્યો ને, એ "ચંચળતા" નો ભાવ છે મિત્રતા.. જેમને તમારી સફળતામાં પોતાની ખુશી જોઈ ને, એ "નિ:સ્વાર્થ" ભાવ છે મિત્રતા.. જેમને પોતે પાછળ રહી, સદૈવ તમને આગળ વધારવાના પ્રોત્સાહન આપ્યા છે ને, એ "શુભચિંતક" નો ભાવ છે મિત્રતા.. મિત્રો તો ઘણા છે સંસારમાં, પણ જે મિત્ર તમારું જીવન સાર્થક કરી જાયને સાહેબ, એની મિત્રતા પર કદી શંકા ના કરતા...