મિત્રતા વિના જિંદગી સદા નિરસ
મિત્રતા વિના જિંદગી સદા નિરસ
સુખ દુઃખની વાત કરવા મળે છે સાથ,
ઉદાસીની દરેક પળ બનાવે જે ખાસ,
એ મિત્રતા વિના જિંદગી નિરસ સદા !
લાખોમાં હોય છે જે એક,
તકલીક પળમાં દૂર કરે અનેક,
એ મિત્રતા વિના જિંદગી નિરસ સદા !
લોહીના સંબંધ કરતા વધું અમૂલ્ય,
જગમાં છે એ મિત્ર સૌથી અતુલ્ય,
એ મિત્રતા વિના જિંદગી સદા નિરસ !
બાળપણ હોય કે યુવાવસ્થા,
સદા કરે જે સર્વ વ્યવસ્થા,
એ મિત્રતા વિના જિંદગી સદા નિરસ !
પોતાની જાતને તકલીફમાં રાખે,
મિત્રતાના દરેક વચન જે નિભાવે,
એ મિત્રતા વિના જિંદગી સદા નિરસ !
બાળપણ જેના વિના લાગે અધૂરું,
અંતરના ઓરડે સદા લાગે અંધારું,
એ મિત્રતા વિના જિંદગી સદા નિરસ !
