મિલનની તડપ
મિલનની તડપ
તડપી રહ્યો છું, મસ્ત મોસમમાં,
અધીરો બન્યો છુ, તને મળવા.
ભિંજાઈ રહ્યો છું વરસાદમાં હું,
થાક્યો હવે તારી વાટ જોવામાં,
શીતળ પવનને સહન કરીને હું,
મિલનની તડપ અનુભવું મનમાં.
નભથી પડતા કરાનો ત્રાસ સહી,
ઝખમી બન્યો છું તને મળવા.
વાયદા મળવાના તોડે છતાં પણ,
વિશ્વાસ છે અડગ મારા મનમાં.
તારા પ્રેમની સરિતામાં વહેવા,
થનગની રહ્યો છું મારા દિલમાં.
ન તડપાવ હવે સનમ તુ મુજને,
તરસુ છું પ્રેમરસ પાન કરવા.
"મુરલી" તારી છબી છે દિલમાં,
દિવાનો બન્યો છું તારા પ્રેમમાં.

