STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama Romance

4  

Dr.Riddhi Mehta

Drama Romance

મીઠો રણકાર

મીઠો રણકાર

1 min
345

રૂમઝૂમ કરતી એક નમણી કન્યા,

પિયુનાં નામનું પહેર્યું પાનેતર...

જીવનભર સદાય મહેકતો રહે,

નવવધુનાં ઝાંઝરનો મીઠો રણકાર !!


કેટલો છે ઉમકળો આજે દિલમાં,

પિયુનો ઝંખુ હું મધુરો સાથ....

ઝાંઝર જેમ સદા ખનકતો રહે,

નવવધુનાં ઝાંઝરનો મીઠો રણકાર !!


પારકાંને પોતીકાં કરવાનો રોમાંચ

સાકરની જેમ ભળવાની આશ....

જીવનભર સદાય મહેકતો રહે,

નવવધુનાં ઝાંઝરનો મીઠો રણકાર !!


તારો આ પ્રેમ લાગે છે મને મધુરો,

એને પામવાની સદા છે ચાહ....

જીવનભર સદાય મહેકતો રહે,

નવવધુનાં ઝાંઝરનો મીઠો રણકાર !!


દિ' ખીલેને ખીલતો પ્રેમનો નજારો,

એમાં જ જીવી લેવાની આશ...

જીવનભર સદાય મહેકતો રહે,

નવવધુનાં ઝાંઝરનો મીઠો રણકાર !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama