STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

4  

Dr.Riddhi Mehta

Drama

મીઠેરી હેલી

મીઠેરી હેલી

1 min
353

એક થયો ચમકારોને,

થયો વર્ષાનો વરતારો.

ભીની ભીની માટીની મહેક,

ગગનનાં એ ગાજવીજ,

તારલાંઓની ગાયબ થવાની અદા,

વરસાદની મીઠેરી હેલી,

મારે માણવો છે આજે મેહુલા !!


સાજનનો હોય સાથને,

થાય ઝરમર છંટકારો,

પ્યારભરી મસ્તીની હોય મહેર,

તારીને મારી પ્રેમપ્રિત,

તારી આંખોનાં નશામાં ડૂબતી અદા,

તારાં પ્રેમની હું ઘેલી,

મારે માણવો છે આજે મેહુલા !!


વિશ્વાસનો હોય એકમેકને,

ઉભરાય પ્રિતનો પ્યાલો,

ભીંજાવું તારી સાથે એ લહેર,

કરવી છે તારે સંગપ્રિત,

આ વરસાદનાં મોટાં મોટાં ફોરાં,

ભરવર્ષાએ રહું છું કોરી,

મારે માણવો છે આજે મેહુલા !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama