STORYMIRROR

Pravina Avinash

Tragedy Inspirational

3  

Pravina Avinash

Tragedy Inspirational

મીટડી રહી છું માંડી

મીટડી રહી છું માંડી

1 min
13.4K


તારા વિનાનું જીવન

હરપળ વહી રહ્યું છે

જીવનની એ મધુરતા

ગાયબ થઈ ગઈ છે

**

જીવન તો જીવવાનું

ફરિયાદ શાને કરવી

મારગ જૂનો વિસારી

નવીન પંથે વિહરી

**

પળપળની જીંદગાની

શાને વ્યર્થ કરવી

નવીન પ્રવૃત્તિઓથી

જોને રહી ધબકતી

**

વહેતી રહે જીંદગાની

અટકે થંભી જવાની

જો કોક’દી રિસાણી

મળશે નહી એંધાણી

**

કુટુંબની મધુરતા

ચારે દિશે છે પ્રસરી

હર ચહેરે મહેકતી

તમારી યાદો સુહાની

**

ગાયબ એક દી’ થાશું

સત્કર્મોથી મહેકશું

જોને વાટડી નિહાળું

મીટડી રહી છું માંડી


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy