મીણ-પાષાણ
મીણ-પાષાણ




મીણ મટી પાષાણ થઈ ગઈ,
અમથી થોડી કંઈ મોટી થઈ ગઈ !?
સમયે લીધા હથોડા મોટા,
ટિપ્યા એવા કે ન જડે જોટા!!
લાગણીઓ ટીપી; ટીપી નાંખી ઇચ્છાઓ,
હવે તો આંખ્યુનો ય અશ્રુધોધ સુકાયો !!
પ્રેમના આવેગની જાણે થઈ વિદાય,
મનડાનેય કહી દીધું "તટસ્થ રહેજે સદાય"
કલમ જાતે જ ધારદાર થઈ ગઈ!!
મીણ મટી પાષાણ થઈ ગઈ!!