મ્હોરું નિતનવુ ?
મ્હોરું નિતનવુ ?
સામે જો મળે તો કરે હાસ્ય મજાનું
દૂર જઈને આપણાથી બગાડે મુખડું
કોણ જાણે કેમ માનવ પહેરે છે મ્હોરું નિતનવુ ?
લાગણીની વાતો હોય મોટી મોટી
ચહેરાના ભાવ પર ન દેખાય થોડી
કોણ જાણે કેમ માનવ પહેરે છે મ્હોરું નિતનવુ ?
સ્વાર્થીબનીને દુનિયામાં જીવે જીવન
પરહિતની ભાવના ન હોય કોઈને મન
કોણ જાણે કેમ માનવ પહેરે છે મ્હોરું નિતનવુ ?
મુખના ભાવ પણ છે સૌના જુદાં જુદાં
મળે જો કોઈ તો બદલે રંગ એ અનોખાં
કોણ જાણે કેમ માનવ પહેરે છે મ્હોરું નિતનવુ ?
લાગણીથી ભરેલી આ દુનિયા છે રંગીન
લાગણીના નામે જ થાય છેતરપિંડી જન જન
કોણ જાણે કેમ માનવ પહેરે છે મ્હોરું નિતનવુ ?
કરીએ નહી વિશ્વાસ તો પડીએ એકલા
કરીને વિશ્વાસ જોવા મળે ચહેરા અનોખાં