મહિયર
મહિયર


યાદ આવે મને મારુ મહિયર,
જ્યાં રહે મારાં સખી ને સહિયર,
નાનાં હતાં તો માટીની પાડતાં છાપ,
એકબીજાને આપતાં અમે રે થપ્પો,
હવે હું રહું સંગ ઘર, વર, દિયર,
યાદ....
ઢીંગલાં પોતીયાની રમત પડી સાચી,
લગનની રમત ન હોય કાંઈ કાચી,
અહીં જીવું કે મરું એવો ન પડતો ફેર
યાદ....