મહેનતનું શસ્ત્ર
મહેનતનું શસ્ત્ર
ઢાલ - સરીખા સપના જોઈને આવી છું,
શિખરે પહોંચવાનું નક્કી કરીને આવી છું,
હાથનાં બાજુ-બંધને જગાડીને આવી છું,
મતિને સતેજ કરીને આવી છું,
મહેનતનું શસ્ત્ર હાથમાં લઈને દોડું છું,
મા-બાપ, ગુરૂનો પ્રેમ પામીને આવી છું,
કર્મોના સાચો ધોધમાં ભીંજાયને આવી છું,
મહેનતની ભાગ્યરેખા લખીને આવી છું,
સાથ-સહકાર મિત્રોનો સંગે લાવી છું,
મારી દરેક ભૂલ સૂધારીને આવી છું,
નીતિમત્તાના પગલે ચાલતી આવી છું,
એટલે કડવા ઘુંટડા પીતી આવી છું,
સફળતા પામીને,ભૂતકાળને વાગોળતી આવી છું,
નિષ્ફળતા નો સ્વાદ ચાખતી આવી છું,
રાત'દી મતિથી પરસેવો પાડતી આવી છું,
ખરી મહેનતની જોગણ બનતી આવી છું,
છૂપાયેલાં માટીના પીંડને 'ધરા'માં પૂછીને આવી છું,
તન-મનથી ભોગ આપ્યો એ જાણીને આવી છું.
