મહેનતનું ફળ
મહેનતનું ફળ
સફળતાનું શૂરાતન નથી,
મહેનતનું ફળ છે આ,
નિજ પંથ અનુરાગથી,
મળે છે સફળતા આ,
જીવનપંથ લોભામણા,
નિત નિત રંજ ભરે,
માનવ મન મોરલો,
આશ ટહુકો રોજ ફરે,
સફળતા એને વરે,
જે એકલવ્ય થઈ ફરે,
ધ્યેય નિષ્ઠા મન ધરે,
કાર્ય નિષ્ઠા તન કરે,
વ્યાપે સફળતા કાર્યમાં,
યા હોમ કરીને જે પડે.

