STORYMIRROR

Deviben Vyas

Inspirational

3  

Deviben Vyas

Inspirational

મહેનતનો મહિમા

મહેનતનો મહિમા

1 min
113

કસરતી તન રાખજે, કાર્યો થશે,

મહેનતી રટ ધારજે, કાર્યો થશે,


જાતને ના આળસું કરતો કદી,

પ્રિયતર કળ વાસજે, કાર્યો થશે,


રામ તારો જપજે કર્તવ્યથી,

સત્ય સમજણ સ્થાપજે, કાર્યો થશે,


મેદ તો રોકી રહે છે તનબદન,

રોગ કારણ ત્યાગજે, કાર્યો થશે,


વૃત્તિને ચંચળ બનાવી રાખજે,

રોગ હરદમ કાઢજે, કાર્યો થશે,


મોતનું તાંડવ મચે ના એટલે

શુદ્ધ સાત્ત્વિક વાંછજે, કાર્યો થશે,


થાય થનગન કાય હંમેશા જગે,

જીત જોમે વાળજે, કાર્યો થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational