મહેંક લાગણીની
મહેંક લાગણીની

1 min

179
મહેકતા ફૂલ નથી મારી પાસે,
લાગણીની સરવાણી મોકલું છું.
મીઠું ગંગાજળ નથી મારી પાસે,
મમતાનો સાગર મોકલું છું.
સંબંધોની અભિવ્યક્તિ નથી મારી પાસે,
દિલમાં દીવો જલાવીની દુવાઓ મોકલું છું.
સાચા હીરા, મોતી તો નથી મારી પાસે,
બસ એક ખુશીની લહેર મોકલું છું.
આ તો છે શબ્દોના આટાપાટા,
દિલથી યાદ મોકલું છું,
મળવાનો સમય નથી મારી પાસે,
પણ પ્રેમની ભેટ મોકલું છું.
'ભાવનાઓ'થી ભરપુર છાબ મોકલું છું,
અને મહેંક લાગણીઓની ભરપુર મોકલું છું.