STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

મહેકતું ગુજરાત

મહેકતું ગુજરાત

1 min
199

ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ

જાણજો એજ મારું વતન ગુજરાત,


જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા

આંખની અમીથી વહે દાનની ગંગા,

પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત

જાણજો એજ મારું વતન ગુજરાત,


શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ

ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ,

ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત

જાણજો એજ મારું વતન ગુજરાત,


શોભતો કચ્છડો મારો શરદની રાત

વલસાડી કેરી જેવા કોયલના ગાન,

ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત

જાણજો એજ મારું વતન ગુજરાત,


તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ

મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત,


ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત

જાણજો એજ મારું વતન ગુજરાત,


છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર

દીપતી સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર,

સુદામાની પોટલીએ દીધી સખાની યાદ

જાણજો એજ મારું વતન ગુજરાત,


ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational