મહાપર્વ દીપાવલી
મહાપર્વ દીપાવલી
દીપાવલીનું મહાપર્વ સૌને લાગે વ્હાલું,
દીપમાળા પ્રગટાવી રંગમહેલમાં મ્હાલું,
સ્વર્ણ આભૂષણોથી મારી જાત સજાવું,
ચોકમાં વિવિધ રંગોળીથી આંગણું દીપાવું,
રસઝરતી મીઠાઈઆેનાં થાળ ભરી રાખું,
તારામંડળનાં તેજથી ઝળહળતું ઘર આખું,
આબાલવૃદ્ધ સૌને ગમતી દીવાળી આવી,
ઘરમાં ખુશીઓની સોગાત લઈને આવી,
લક્ષ્મીપૂજા કરી અન્નકૂટનો થાળ ધરાવું,
સૌને હેતથી નૂતનવર્ષાભિનંદન હું પાઠવું.
