STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

મહામૂલો માનવી

મહામૂલો માનવી

2 mins
149

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક

હું તમને સ્વર્ગ તણા લાખો, કરોડો ઈન્દ્રાસનો આપું ભેટ,

નાતજાત, ઊંચનીચ ને અસ્પૃશ્યતાના તોડયા એણે વાડા 

સ્વદેશી અપનાવી રેંટિયાથી લોકોના પૂર્યા પેટના ખાડા

સત્ય, અહિંસા, શાંતિ, પ્રેમનો ગાંધીએ સદા પહેર્યો ભેખ

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

સત્યાગ્રહનું હથિયાર બનાવી હિંદમાતાની બચાવી લાજ

હિંદને અંગ્રેજોથી મુકત કરી પહેરાવ્યાં આઝાદીનાં તાજ

જિંદગીના છેલ્લા શ્વાસ સુઘી સત્ય,અહિંસાની પાળી ટેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

હાડચામથી શોભતો, મૂઠ્ઠીભર શરીરનો હતો એણો માળો

એણા રૂદિયે હંમેશા ગૂંજતો ભારતમાતાની જયનો નારો

પ્રેમ પ્રેમને વાવટો, અહિંસાનો પૂજારી ગાંધી માણસ નેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

નાથુરામની ત્રણ ગોળીએ વિધિએ લખ્યા કાળા કેર લેખ ?

ચાલીએ ગાંધીની વિચારધારા પર તો મળશે ગાંધી અનેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક

હું તમને સ્વર્ગ તણા લાખો, કરોડો ઈન્દ્રાસનો આપું ભેટ,

કોઈક તો ગોતી લાવો એક

હું તમને સ્વર્ગ તણા લાખો, કરોડો ઈન્દ્રાસનો આપું ભેટ,

નાતજાત, ઊંચનીચ ને અસ્પૃશ્યતાના તોડયા એણે વાડા 

સ્વદેશી અપનાવી રેંટિયાથી લોકોના પૂર્યા પેટના ખાડા

સત્ય, અહિંસા, શાંતિ, પ્રેમનો ગાંધીએ સદા પહેર્યો ભેખ

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

સત્યાગ્રહનું હથિયાર બનાવી હિંદમાતાની બચાવી લાજ

હિંદને અંગ્રેજોથી મુકત કરી પહેરાવ્યાં આઝાદીનાં તાજ

જિંદગીના છેલ્લા શ્વાસ સુઘી સત્ય, અહિંસાની પાળી ટેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

હાડચામથી શોભતો, મૂઠ્ઠીભર શરીરનો હતો એણો માળો

એણા રૂદિયે હંમેશા ગૂંજતો ભારતમાતાની જયનો નારો

પ્રેમ પ્રેમને વાવતો, અહિંસાનો પૂજારી ગાંધી માણસ નેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક,

નાથુરામની ત્રણ ગોળીએ વિધિએ લખ્યા કાળા કેર લેખ ?

ચાલીએ ગાંધીની વિચારધારા પર તો મળશે ગાંધી અનેક

ગાંધી જેવો મહામૂલો માનવી કોઈક તો ગોતી લાવો એક

હું તમને સ્વર્ગ તણા લાખો, કરોડો ઈન્દ્રાસનો આપું ભેટ.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational