STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

મહા

મહા

1 min
37

માઘ આવ્યો લાવ્યો વસંત ઋતુરાજ રૂડો,

પીળા ખેત સરસવ કેસરીયે રંગશે કેશુડો,


પૂર્ણિમાએ ચંદ્ર ઘેરાયો મધ્ય માઘ નક્ષત્રે,

મહા માસે નિશા લાંબી, નભ સ્વચ્છ છત્રે,


રક્તવર્ણ પાક્યા વને ગોધુમ અન્ન મીઠાં,

ફાટ્યા ગાલ ને શિશુ ખેલતા પાદરે દીઠાં,


લહેરાતા શીતલ વાયુ ઊઘાડે ભૂખ ઝાઝી,

ભૂખ ભાંગે રસોડે રાંધી સૌ વસાણાં ભાજી,


માઘ આવ્યો લાવ્યો વસંત ઋતુરાજ રૂડો 

આંબે આવ્યો મોર રૂડો ખાવા પોપટ શુડો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract