મગરીબેનના ઘરે
મગરીબેનના ઘરે
મગરીબેનના ઘરે
આવ્યા આજે મહેમાન
મગરીબેને બનાવ્યા
નવા નવા પકવાન,
પકવાન જમતા જમતા
મહેમાન થયા રાજી
મગરીબેનને એમણે
ભેટ આપી ઝાઝી,
મગરીબેન તો ભેટ લઈ
શાળાએ ઝટ ભાગ્યા
ભેટ બતાવી સૌને
ખુશીથી નાચવા લાગ્યા,
મગરીબેનનો કલબલાટ સાંભળી
સાહેબ ખુબ ખિજાયા
મગરીબેન ચૂપ થઈને
ઉદાસ થઈને રિસાયા,
સાહેબે બાળગીત ગાયું
સૌ હોંશે હોંશે ગાતા
મગરીબેન ખુશી સાથે
આનંદે ખૂબ નાચતા.
