મેં કરી નથી
મેં કરી નથી
જે હવે આપણી સાથે નથી,
આપણે આશ હવે એની નથી,
વાણી કાગ ને કોયલ જેવી હોય,
મીઠી એ વાતો મે પણ કરી નથી,
સાચું બોલવા કાળજું જોઈએ,
ખોટી વાતો મે સહન કરી નથી,
દિલના હોય દાતાર ભલે અહીં,
પ્રેમ કરવામાં મે કંજૂસાઇ કરી નથી,
સાથ આપીશ સાત જન્મોનો,
સાત ફેરા ભલેને હું ફરી નથી.

