STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy

મેલી મુરાદ માણસની

મેલી મુરાદ માણસની

1 min
182

મચ્છુ થઈ પાછી બદનામ,

મેલી મુરાદ માણસની આમ,

માણસ કરે ન કરવાનાં કામ,

પિંખાયા કંઈક પરિવાર આમ.


નવીનક્કોર દુર્ઘટના બની આમ,

માણસ ખેવના મતલબી કરે કામ,

થાશે ચર્ચા વિચારણા આમને આમ,

શું થાશે માનવસર્જિત આફત પર કામ ?


ફેંકાફેંકી જવાબદારીની આમને આમ,

ટોળેટોળાં મળ્યા ન થયાં નક્કર કામ,

નેતા મગરમચ્છ આંસુ સાર્યા આમ,

નિર્દોષ ચિઠ્ઠીના ચાકરને દંડવાના કર્યા કામ.


મચ્છુ થઈ પાછી બદનામ,

મેલી મુરાદ માણસની આમ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy