મેહુલો
મેહુલો
ઝરમર વરસતો મેહુલોને ભીની માટીની ફોરમ,
વરસાદમાં તળબતોર થઈ મહેકે હૈયાની સોડમ,
વાદળાઓનો ગડગડાટ ને શિંખડીનો થનગનાટ,
સાથે તારા મધુર વાણીનો જાદુ ફેલાય ચોગમ,
મેઘધનુષ્યના રંગોથી રંગાઈ આ રૂપાળું ગગન,
આબાલવૃદ્ધ બધાં માટે આવી રંગીન પ્રેમની મોસમ.

