STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

મેહુલિયા ઓ મેહુલિયા

મેહુલિયા ઓ મેહુલિયા

1 min
152

ઓ મેહુલિયા ઓ મેહુલિયા 

વરસીને તું તો ભરી દેજે નદી ને સરોવરિયા

ઓ મેહુલિયા ઓ મેહુલિયા,


પશુ-પંખીઓ તારી મીંટ માંડી જોવે છે વાટડી

મોર અને ચાતકની તું ભૂલતો નહીં રે પ્રીતડી

તારા વિના સાવ સૂના રે પડયાં છે ખેતરિયા  

ઓ મેહુલિયા ઓ મેહુલિયા,


તારા રિસામણા ખેડૂતની આંખો ને રડાવશે 

તારાં વિના સૌ જીવોને કોણ રે ખવડાવશે ?

તારી રે વાટ જોવે છે આ ખેડૂતનાં બળદિયા 

ઓ મેહુલિયા ઓ મેહુલિયા,


મૂશળધાર વરસીને ધરતીની કૂખ રે ભીંજવજે 

મેહુલિયા ઓ મેહુલિયા તું તો ચારેકોર વરસજે 

નાના બાળકોને કરવાં છે વરસાદમાં છબછબિયાં 

ઓ મેહુલિયા ઓ મેહુલિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Children