STORYMIRROR

Rekha Patel

Romance Classics

4  

Rekha Patel

Romance Classics

મેઘગુંજન

મેઘગુંજન

1 min
234

વાગે ગાજે છે તારા મેહુલા હો રાજ, 

આપે તો એક ધાર આપજે હો રાજ. 

કાળા ડિબાંગ આ વાદળોની પથારીઓ બધી, 

પોઢતા મારાં દિલનાં માણીગર હો રાજ. 


મેહુલાની ધારે વરસે અમૃતની સરવાણી, 

અતૃપ્ત હૈયાની તરસ છીપાય હો રાજ. 

વીજનાં ચમકારમાં મેં તો પરોવી સેર મોતીની, 

ક્યાંથી લાવું છીપલા, નથી મોતી, હો રાજ. 


લીલી વનરાજીઓ, ઉંચે આભની અટારીએથી, 

ઝાંઝરીનાં ઝમકારથી ઝરણાં આવ્યાં હો રાજ. 

પળપળ થતો પગરવ, મહીં છૂપાતી વાદળીઓ, 

જરાક સ્પર્શુ તો વરસી અનરાધાર હો રાજ. 


તારા એક એક બુંદનો વૈભવ નિહાળી બની મસ્તાન, 

"સખી" ભર ચોમાસે કોરા રહ્યાં હો રાજ. 

વાગે ગાજે છે તારા મેહુલા હો રાજ, 

આપે તો એક ધાર આપજે હો રાજ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance