Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational Others

3  

Sheetal Bhatiya

Inspirational Others

મે ચુંટેલા સદવિચાર

મે ચુંટેલા સદવિચાર

1 min
653


મે ચુંટેલા સદવિચારના, 

મધમધતા રંગબેરંગી પુષ્પો,

લઈને આવી છું તારા શરણે!

હે નવદુર્ગે ! તને ગમશે ને !


અસત્ય સામે ઝઝુમીને, 

સત્યના પવિત્ર વસ્ત્ર લઈને ,

આવી છું તારા શરણે !

હે નવદુર્ગે! તને ગમશે ને !


આ જગમહીના પ્રિય સંબંધોની મધુરિમાને,

અપ્રિયના બંધનોને સ્વીકારી,

પરમ શાંતિના પંથે ચાલી આવી છું !

હે નવદુર્ગે! તને ગમશે ને !


તારી પુજાની થાળીમાં મનમોજીલી,

મારી કળાકૌશલ્યની ઝાંખી લઈ ને,

તારા મધુર આશીર્વચન ઝીલવા,

આવી છું તારા શરણે !

હે નવદુર્ગે! તને ગમશે ને !


તારી જ શક્તિથી મારો આ થનગનાટ, 

મલકાતો તન ને ખિલેલું મન લઈને,

તને પ્રીત કરવા આવી છું તારા શરણે !

હે નવદુર્ગે! તને ગમશે ને !


તારા રાસમાં તલ્લીન થવું ને, 

સ્વપ્ન જગમાં આમ વિલીન થવું !

મને તો ખુબ જ ગમશે !

હે નવદુર્ગે! તને ગમશે ને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational