STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

મધ્યમ વર્ગનો માણસ

મધ્યમ વર્ગનો માણસ

1 min
371

દુનિયાની દોડમાં રહી જતો પાછળ

મધ્યમ વર્ગનો માણસ

વહેવારના વરતારામાં સદાય આગળ

મધ્યમ વર્ગનો માણસ


દેખાડાની હોડમાં તણાતો છતાંય

ભરી રાખે આંખોમાં સપનાઓ જાંગડ

મધ્યમ વર્ગનો માણસ


એક જરા સાંધે ત્યાં તેર તૂટી જાય તોય 

ગાલ લાલ રાખી ખુદ ધરે એક ઝાપડ

મધ્યમ વર્ગનો માણસ


જીવનના સંઘર્ષે મરણીયો એ લડવૈયો

છતાં સુપરમેન છે વિના કોઈ પાવર

મધ્યમ વર્ગનો માણસ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational