Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Inspirational

મધુકર

મધુકર

1 min
359


સૌંદર્યનું રસપાન કરી જીવી જનાર મધુકર છું,
પંકજમાં પુરાઈને મોતને ભેટનાર મધુકર છું !

હાંફતી પાંખો ને શ્વાસો તોય પ્રેમગીતનું ગુંજન કરું,
પુષ્પોની પ્રેમ પરાગરજ ફેલાવનાર મધુકર છું !

મદમસ્ત આલિંગન ફૂલોનું માણું હું મતવાલો થઈ,
કઠોર છતાંયે હું કોમળ ગાન કરનાર મધુકર છું !

બાગની હર કલીને ફૂલ બને ત્યાં સુધી મારો ઈંતજાર,
મ્હોરેલા ઉપવનની શોભા વધારનાર મધુકર છું !

હવાઓ પર સવાર થઈ આવે ખિલાવટનો સંદેશ,
આકાશી સફરમાં મહોબ્બતનો મુસાફર મધુકર છું !

વર્ણ શ્યામ મળ્યો મને ભલે પરવરદિગાર તરફથી,
તોય કવિની કવિતાઓમાં ગુંજન કરનાર મધુકર છું !

નથી છૂટી શકતું "પરમ" આકર્ષણ ફૂલોના રમ્ય રસનું,
સ્નેહ રસનો મહારસિયો "પાગલ" પ્રેમી મધુકર છું !


Rate this content
Log in