'મધર્સ ડે' સંદર્ભે મારા સ્નેહની સરગમ
'મધર્સ ડે' સંદર્ભે મારા સ્નેહની સરગમ
ગામમાં રહી ગામઠી ભાષા અને સંસ્કારોને જાળવે એ,
પરિવર્તન લાવી પોતાના અસ્તિત્વને નિખારી, સક્ષમ બને એ,
જવાબદારી અને ફરજો નિભાવતાં આખુંય જીવન જીવે એ,
અડીખમ ટકી રહી દરેક પરિસ્થિતિ સામે સામી છાતીએ લડે એ,
'મા'ની એક પણ ફરજ ન ચૂકે, દીકરાને સઘળું આપવા મથે એ,
ઘર સાથે નોકરી-ધંધા પણ સંભાળે, ઉંમર સામે ક્યારેય ન જોવે એ,
કંકુ-ચાંદલે વહુને વધાવે, કઠિન સમયમાં ધૈર્ય રાખતાં શીખવે એ,
પહેલી નજરે પ્રેમી સાથે પ્રેમ થયાંની વાતો તો ઘણી,
પહેલી મુલાકાતે મન મોહી લે, એવાં સાસુ-વહુની વાત થાય એ,
કિલોમીટરનાં અંતર ઘણા, હૈયું જાણે એક સાથે જ ધડકે એ,
દૂર રહી પણ 'દીકરા-વહુ'ને એક ક્ષણ માટે પણ ન વીસરે એ,
જીવનનું સાચું જ્ઞાન કડવા અનુભવે શીખવાડે એ,
સહનશક્તિની દરેક સીમા પાર, હિંમતભેર જીવે એ,
અત્યંત સહજતાથી, સ્મિત સાથે કહે, 'મઝામાં છું',
'જિદ્દી છો, સાંભળતાં નથી કોઈનું.' કહીને ગુસ્સો પણ કરે એ,
હસીને બોલાવીએ એટલે ફરી ખીલતાં ગુલાબની જેમ ખીલે એ,
સમાજમાં પ્રતિષ્ઠિત નામ, રૂપ-રંગની શું વાત કરું !
એક જુવાનિયાઓને શરમાવે એવું પ્રતિભાશાળી અસ્તિત્વ ધરાવે એ,
ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય મારા, ઓ વ્હલા, ક્યાં જન્મનાં પુણ્ય અમારા,
આવા ઘરની 'પુત્રવધુ' હોવાનું સૌભાગ્ય સમજુ,
હરહંમેશ મારા કુળની માન-મર્યાદા સાચવું,
આખાય પરિવારને સંભાળતાં મારા 'સાસુમા',
દુનિયાની હરએક ખુશીઓનાં ભરપૂર હકદાર એ,
આમ તો રોજ વ્હાલ વરસાવતાં અમે,
પણ, આજે 'વિશ્વ માતા દિવસે', અમારા ઘરનાં મુખી,
આદરણીય, વંદનીય 'સાસુમા'ને આલિંગન આપી,
ખોબલાં ભરીભરીને પ્રેમનો વાયરો 'ઓસ્ટ્રેલિયા'થી 'અમદાવાદ' પહોચાડું છું.
