મૌનની દીવાલ તોડી દે તું
મૌનની દીવાલ તોડી દે તું
મૌનની દીવાલ તોડી દે તું,
સ્પર્શની સુખદ અનુભૂતિ કરાવી દે તું,
આ બાગબાન તણા સ્પર્શે મહેકે પૂરો બાગ,
મારા જીવનબાગને મહેકાવી દે તું,
રંગોની પૂરી સૃષ્ટિથી,
રંગીન મારું જીવન બનાવી દે તું,
દરેક મોસમમાં મહેકી શકે,
એવો જિંદગીનો ગુલઝાર બનાવી દે તું,
ભેદ શા માટે આપણા વચ્ચે,
બસ દિલની અભેદ દીવાલોને તોડી દે તું.

