મૌનની ભાષા
મૌનની ભાષા
એમ કા લાગી રહ્યું કે એક માં નિરાશ છે,
ને કોઈ બાળકને વળી મનાવવાની આશ છે.
હોય પ્રાણી કે ભલે હો માનવી મોંઘો છતાં,
પંપાળવા માટે સંબંધો સામટાં ને ખાસ છે.
હો ભલે ઊંડી હતાશા એમના જીવન મહી,
એ છતાં રળશે ખુશીને એટલો વિશ્વાસ છે.
મૌન હો એ જીભ પણ આ આંખડી બોલી શકે,
હર હૃદયમાં રોજ ધબકે સામટો આભાસ છે.
કૈક ઇશારે સમજ પણ એટલું સમજી શકે,
એક બીજામાં થતો એ જીવનો આવાસ છે.