STORYMIRROR

kiranben sharma

Romance Others

3  

kiranben sharma

Romance Others

મૌનની ભાષા

મૌનની ભાષા

1 min
220

વાતો ન જાણે કેમ કહેવાતી નથી હોતી,

અને મૌનની ભાષા જીરવાતી નથી હોતી,


તમે પાસે હજી પાસે, આવો હસી લઈએ;

 મહામોંઘી મળેલી રાત ખોવાતી નથી હોતી,


પાછા સરી જઈશું, રચેલી શબ્દ લીલામાં,

વિચારોથી ભરી વાતો સહેવાતી નથી હોતી,


તરી જઈશું, વહી જઈશું, ક્યાં ભળી જઈશું,

કોઈ કિનારે રાહ જોવાતી નથી હોતી,


 ખબર છે એટલી, શ્વાસનો સંગ્રામ બાકી છે,

વીતેલી ક્ષણોની યાદ ભૂલાતી નથી હોતી,


અમારી આંખની સામે સાગર ઘૂઘવે એવો,

જાણે છે નદીની વેદના સહેવાતી નથી હોતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance