મૌન વાચાળ
મૌન વાચાળ
એ તો મૌન રહીને સભા ગજવી ગયાં,
અમે અઢળક બોલીને પડઘાયા નહીં.
શબ્દોમાં જ હતી કસર અસર થઈ ના,
કે આવી હતી બહેરાશ સંભળાયા નહીં.
આંખના ઈશારે વાતોમાં શું અચરજ હતું,
હોઠ સીવેલ મૌનવ્રતના વાંકે મલકાયા નહીં.
જોઈ હરખઘેલા થયા અમે કંઈક કહેવાને,
આંખોમાં હતા મિલન અશ્રુ છલકાયા નહીં.
જીવાય રહી છે જિંદગી હૃદયના ધબકારા પર,
શ્વાસમાં ભરી યાદોની પળો 'એ'ભૂલાયા નહીં.
નિ:શબ્દ મૌનમાં ઘણું સમજાય ને જાહેર થયું,
આશ મનની મન મહીં 'પ્રતીતિ'ને પરખાયા નહીં.

